Skip to main content
Settings Settings for Dark

હજુ બે દિવસ ગરમીનો પારો યથાવત રહેશે

Live TV

X
  • અમદાવાદનું તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે

    આગામી બે દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો તફાવત નહીં આવે. આગામી બે દિવસ આકાશમાંથી આગ વરસતી રહેશે. હવામાન વિભાગ તરફથી આ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરના પ્રમુખ શહેરોમાં પારો 40ને પાર રહ્યો હતો. ઉત્તર પશ્ચિમી અને પશ્ચિમ દિશા તરફથી નીચા સ્તરના પવન ફુંકાવાના કારણે રાજયમાં પારો ઉપર ગયો. જો કે હવામાન વિભાગ દ્વારા કોઈપણ જાતનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી ,જે રાહતના સમાચાર છે. રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું. તો, રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું.  તો વડોદરાનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું. જ્યારે દરિયા કિનારા નજીક સુરત શહેરનું તાપમાન 33.4 ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply