13 વર્ષ બાદ ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણી યોજાશે
Live TV
-
સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના હુકમ બાદ આગામી 5 મેના રોજ ચૂંટણી
સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના હુકમ બાદ તેર વર્ષ બાદ આગામી પાંચમી મેના રોજ ,ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણી યોજાશે. મતદાર યાદીમાં નામો ઉમેદરવાના મુદ્દે ,ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો.ગઢડા મંદિરની ચૂંટણીમાં ,આચાર્ય પક્ષ તેમજ દેવ પક્ષ દ્વારા ,કુલ સાત લોકો ચૂંટણી લડશે ,જેમાં ચાર ગૃહસ્થ વિભાગ ,અને ત્રણ ત્યાગી વિભાગના ઉમેદવારો ,ચૂંટણી લડશે. સુપ્રીમ કોર્ટે ,થોડા સમય અગાઉ ,માત્ર સાત અઠવાડિયામાં ,ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ,તેવો હુકમ આપ્યો હતો, પરંતુ કાયદાની આંટીઘૂંટીના કારણે, ચૂંટણી પ્રક્રિયામાં ગૂંચવાડો ઉભો થતો હતો. આખરે સુપ્રીમ કોર્ટે પુનઃ નોટિસ આપતા ,પાંચમી મેના રોજ ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો છે
