રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધી પત્રકાર પરિષદ
Live TV
-
ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઇના પાણી અંગે અને નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓનાં પગાર વધારા અંગે કરાઈ જાહેરાત
રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે બે મહત્વની જાહેરાતો કરી હતી. ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઇના પાણી અંગે જાહેરાત કરી હતી, જેમાં તેમણે કહ્યું કે 12 નવેમ્બરથી રવિ પાક માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે. તેમણે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓનાં પગાર વધારા અંગે પણ જાહેરાત કરી હતી કે 14,500 થી વધુ કર્મચારીઓને પ્રતીમાસ 1500 થી 5,000 નો વેતન વધારો મળશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ , કે દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાથી દાઝી જતા નાગરીકોને તાત્કાલીક સારવાર મળે તે માટે રાજ્ય સરકારે સમયબદ્ધ આયોજન કર્યુ છે.
