રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. 14 થી 22 જાન્યુઆરી જન અભિયાન યોજાશે
Live TV
-
રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. 14 થી 22 જાન્યુઆરી દરમિયાન જન અભિયાન યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાન માં સહભાગી થશે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં તા.14 થી 22 જાન્યુઆરી 2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
ગુજરાત પ્રધાનમંત્રીના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા.14 થી 22 જાન્યુઆરી 2024 દરમિયાન સફાઈ અભિયાનનું જન આદોલન હાથ ધરાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં આજે રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિ ના દિવસે સવારે 9 વાગ્યે ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થશે.
