રાજ્યના વાતાવરણમાં પલટો, પૂર્વ અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ
Live TV
-
રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો - સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદ
હવામાન વિભાગે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં પૂર્વના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. તો બોટાદમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.
હળવા પવન સાથે અહીં મેઘરાજાના એન્ટ્રી થઇ છે. વરસાદ પડતા જ લોકોએ બફારા અને ગરમીથી રાહત મેળવી છે. તો હવામાન વિભાગના ડાયરેક્ટર જયંતા સરકારે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા માં ભારે વરસાદ થવાની શક્યતા છે. આવતીકાલે પણ ગુજરાતના અમુક જિલ્લા માં વરસાદ ની શક્યતા રહેલી છે.
