રાજ્યના વિવિધ વિસ્તારમાં લૂંટ કરતી ભયાનક ગેંગને ગુજરાત પોલીસે પકડી
Live TV
-
જ્યના વિવિધ વિસ્તારમાં લૂંટના ઈરાદે અંધારામાં હત્યા કરતી ગુમ થઈ જતી ભયાનક ગેંગના એક મહિલા સહિત 9 ગુનેગારોને પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી
રાજ્યના વિવિધ વિસ્તારમાં લૂંટના ઈરાદે અંધારામાં હત્યા કરતી ગુમ થઈ જતી ભયાનક ગેંગના એક મહિલા સહિત 9 ગુનેગારોને પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. આ ટોળકી પકડાવાની સાથે જ 6 હત્યા પાંચ લૂંટ અને ચાર ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં અમરેલી એસ.ઓ.જીને સફળતા મળી છે. પોલીસે આ ગેંગ પાસેથી પાંચ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ગેંગ 2017માં સૌરાષ્ટ્રમાં લૂંટ સાથે હત્યાની ઘટનાને પરિણામ આપી સક્રિય થઈ હતી અને ત્યારબાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેકી કરી રાત્રિના સમયે લૂંટના ઈરાદે આ ગેંગ ત્રાટકી ગુનાહિત કૃત્યને અંજામ આપી અંધારામાં ગુમ થઈ જતી હતી. પોલીસ આ ગેંગને ઝડપી લેવા માટે લાંબા સમયથી વિવિધ ટીમો બનાવી તેની તપાસ કરી રહી હતી ત્યારે જ ભાવનગર રેન્જ હેઠળની અમરેલી એસ.ઓ.જીની ટીમને આ ગેંગ બાબતે બાતમી મળી હતી..ગુનાહિત કૃત્યોનો ભેદ ઉકેલવા બદલ ભાવનગર ડી.આઈ.જીએ અમરેલી એસ.ઓ.જીની કામગીરીની બિરદાવી ત્રીસ હજાર રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે
