સાબરકાંઠાના ઇડરમાં બની આશ્ચર્યજનક ઘટના ફરિયાદી જ આરોપી નીકળ્યો
Live TV
-
બેંક તરફથી ફરિયાદ નોંધાવાતા ઇડર પોલીસે ગુનો નોંધી બ્રાન્ચ મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠાના ઇડરના દામોદર કોમ્પ્લેક્સથી ગઈકાલે એક લાવારિસ થેલો મળી આવ્યો હતો. જેમાંથી 4 લાખ જેટલી રકમ મળી આવતા માઇક્રો ફાયનાન્સ કંપનીના મેનેજરે પોલીસને જાણ કરી હતી. તેમજ પોલીસને ગેરમાર્ગે દોરી હતી. જોકે આખરે ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.
ઘટના કંઈક આ પ્રમાણે હતી કેલાઈટ માઈક્રો ફાઈનાન્સ લિમિટેડમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા મયુરભાઈ બાબુભાઇ પંડયાએ શનિવારના રોજ ચોરી કરી હતી. જેની જાણ હેડ ઓફીસને થતા પોલીસે ફરિયાદના ચક્રો ગતિમાન કર્યા હતા. જેથી ફરિયાદીએ જ પૈસા પરત મૂકી પોલીસને બિનવારસી થેલાની જાણ કરી હતી.
કુલ 5 લાખ 87 હજાર 548 રકમની ચોરી થઈ હતી અને થેલામાંથી 4 લાખ મળી આવતા તેની ફરિયાદ કરવાનું કહેતા ડરના માર્યા ઉપરના પૈસા પોતે ભરપાઈ કરી દેશે તેવું મેનેજરે કહેતા તેમની પોલ ખુલી ગઈ હતી. બેંક તરફથી ફરિયાદ નોંધાવાતા ઇડર પોલીસે ગુનો નોંધી મયુરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
