રાજ્યના 13 હજારથી વધુ MSME ઉદ્યોગ એકમોને રૂ. 1370 કરોડની સહાય
Live TV
-
પહેલાં કરતાં વધુ તેજ ગતિ સાથે ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવા MSME - મધ્યમ ઊદ્યોગોને મુખ્યમંત્રીનું આહવાન.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યભરના જિલ્લાઓના ૧ર,ર૪૭ MSME ઊદ્યોગકારોના બેન્ક ખાતામાં રૂ. ૭૬૮ કરોડ અને ટેક્ષટાઇલ ઊદ્યોગ સહિતના અન્ય મોટા ઊદ્યોગોના ૮૩પ એકમોને રૂ. ૬૦૧ કરોડની સહાય મળી કુલ ૧૩ હજાર એકમોને રૂ.૧,૩૬૯ કરોડની સહાય એક જ ક્લિકથી DBTથી જમા કરાવવાની પહેલનો ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કોવિડ-19 સંક્રમણ પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતીનો મહત્તમ લાભ લઇ આફતને અવસરમાં પલટાવવા રાજ્યના લઘુ, મધ્યમ અને MSME ઊદ્યોગકારોને, આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે , કોરોના સંક્રમણ સામે ''જાન હૈ-જહાન હૈ'' ના ધ્યેય સાથે રોજિંદી જીવન પ્રવૃત્તિઓ, વેપાર, ઊદ્યોગ, ધંધા-રોજગાર ફરી ધમધમતા કરવા માટે રાજ્ય સરકાર આવા ઊદ્યોગ-ધંધા-વેપારને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે
