3.4 ટકા સાથે દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં
Live TV
-
દેશભરમાં રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર, બેરોજગારી દર 4.5 ટકાથી ઘટી 3.4 ટકા થયો
બેરોજગારીના સૌથી ઓછા ૩.૪ ટકા ના દર સાથે સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. તાજેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. શહેરી ક્ષેત્રમાં ૧પથી પ૯ વર્ષની વય જૂથમાં ગુજરાતે દેશમાં સૌથી ઓછા ૩.૪ ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે ,ગુજરાતે આવો સૌથી ઓછી બેરોજગારીનો અગાઉના વર્ષનો પોતાનો જ રેકોર્ડ આ વર્ષે તોડયો છે. આ જ સર્વેમાં ગયા વર્ષે ગુજરાત ૪.પ ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે દેશમાં અગ્રેસર રહ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશા દર્શનમાં રાજ્યમાં MSME સેકટર સહિતના ઊદ્યોગોને રાજ્ય સરકારના પ્રોત્સાહનો સરળ નીતિઓ ત્વરિત લોન સહાય, લેબર રિફોર્મ્સ અને ઊદ્યોગ સંસ્થાપનમાં સરળતાને પગલે વધુ ઊદ્યોગો આવતાં આ વર્ષે આ બેરોજગારી દર ગત વર્ષના ૪.પ ટકાથી પણ ઘટીને ૩.૪ ટકા થઇ ગયો છે. જે ગુજરાત ની એક વિશિષ્ટ સિદ્ધિ છે.
