રાજ્યમાં નવા 580 કોરોનાના કેસ, તો અમદાવાદમાં 219 નવા કેસ નોંધાયા
Live TV
-
આજ રોજ રાજ્યમાં 580 નવા દર્દીઓ નોંધાયા છે, તો આજ રોજ 532 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,51,179 ટેસ્ટ કરવામા આવ્યા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 8ના મોત થયા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૨,૩૪,૪૨૪ વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨,૩૦,૭૯૨ વ્યક્તિઓ હૉમ ક્વૉરેન્ટાઈન છે અને ૩,૬૩૨ વ્યક્તિઓને ફેસીલીટી ક્વૉરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 219 કેસ કોરોનાના નોંધાયા છે.
