રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર 5 MLAs ભાજપમાં જોડાયા
Live TV
-
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવીને કર્યુ સ્વાગત
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપેલ 5 ધારાસભ્યો , આજે ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે, ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આ તમામ ધારાસભ્યોને ખેસ પહેરાવીને ભાજપમાં તેમનું સ્વાગત કર્યું હતું.
આ ધારાસભ્યોના નામ નીચે પ્રમાણે છેઃ
1) બ્રિજેશ મેરજા, મોરબી
2) અક્ષય પટેલ, કરજણ
3) જીતુ ચૌધરી, કપરાડા
4) જે.વી.કાકડિયા, ધારી
5) પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસાઆ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહના સફળ નેતૃત્વમાં સરકાર પ્રજાલક્ષી કામ કરી રહી છે.
તેવામાં જે લોકો ભાજપમાં જોડવા માંગે છે, તે તમામનું ભાજપમાં સ્વાગત છે. ઉલ્લેખનીય છે, કે રાજ્યસભાની ચૂંટણી પહેલા 8 ધારારસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા હતા.
