રાજ્યના 16 તાલુકા અછતગ્રસ્ત, સહાય પહોંચાડવા સરકાર પ્રયત્નશીલ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ જિલ્લાના 10 તાલુકા સહિત બનાસકાંઠાના 4 પાટણ જિલ્લાનો એક અને અમદાવાદનો એક મળી કુલ 16 તાલુકાને ઓછા વરસાદને કારણે 1 ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કર્યા છે.
આ તાલુકાઓમાં ,પશુઓ માટે ઘાસચારો, ખેડૂતોને પાણી તેમજ રોજગારીની વ્યવસ્થા ,કરવામાં આવી રહી છે.આ અંગે મહેસુલ મંત્રી કૌશિક પટેલ કહ્યું ,કે મુખ્યમંત્રી ,પશુધન ખેડૂતો સહિત ,ઓછા વરસાદની સ્થિતિ પર ચિંતિત છે. મુખ્યમંત્રીએ મુખ્યસચિવ ડૉક્ટર જે.એન.સિંહ અને મહેસુલ વિભાગને અછતગ્રસ્ત વિસ્તારોની તાત્કાલિક વિગતો આપવા ,સુચના આપી છે.
