સિંહોને બચાવવા મંગાવેલ CDV રસી જૂનાગઢ પહોંચી, 48 કલાકમાં એક પણ મોત નહીં
Live TV
-
ગુજરાતનું ગૌરવ એશિયાટીક લાયન્સના સતત થઈ રહેલા મોત બાદ રાહતના સમાચાર છે. છેલ્લાં 48 કલાકમાં ગીરમાં એક પણ સિંહનું મોત થયું નથી. જામવાળા ખાતે એનિમલ કેર સેન્ટર ખાતે 31 સિંહોની સારવાર ચાલી રહી છે.
કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ વિરોધી રસી ,અમેરિકાથી મુંબઈ આવી ગઈ છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂ ના ડિરેક્ટર ,એમ. કે. વાળા ,મુંબઈ ખાતે ,રસી લેવા પહોંચ્યા છે. આ રસી લઈ તેઓ જૂનાગઢ પહોંચશે ,અને ત્યાર બાદ ,અલગ અલગ સ્થળે, આ વેક્સીન સિંહોની સારવાર માટે ,મોકલવામાં આવશે.
ગીરના જંગલમાં વસવાટ કરતાં ,ઘણાં સિંહોના મૃત્યુ બાદ તપાસ ટીમ દ્વારા વિવિધ મુદ્દે તપાસ કરી સિંહના મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે અથાગ પ્રયત્ન કરાયા છે. સિંહના લોહીના નમૂના લઈ તેને પુનાની લેબોરેટરીમાં મોકલાયા હતા, જે રીપોર્ટ નેગેટિવ આવતા સિંહ પ્રેમીઓને રાહત થઈ છે. જો કે હજુ લાળનો અહેવાલ આવવાનો બાકી છે. આ અહેવાલ જો નેગેટિવ આવશે તો 33 સિંહોને ભયમુક્ત જાહેર કરાશે. સિંહ પ્રેમીઓ માટે રાહતના સમાચાર છે.
છેલ્લાં 48 કલાકમાં ગીરમાં ,એક પણ સિંહનું મોત થયું નથી. જામવાળા ખાતે ,એનિમલ કેર સેન્ટર ખાતે ,31 સિંહોની સારવાર ,ચાલી રહી છે. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ વિરોધી રસી ,અમેરિકાથી મંગાવવામાં આવી છે. આ વેક્સિનેશન અમેરિકાથી મુંબઈ અને ત્યાંથી રાજકોટ બાય એર લાવવામાં આવી હતી. ત્યાર બાદ જૂનાગઢ સકરબાગ ઝુ ખાતે બાય રોડ લઇ જવામાં આવી હતી.
જૂનાગઢ સકરબાગ ઝુના ડાયરેકટરે જણાવ્યું હતું કે, સિંહોને ઇન્ફેક્શનથી રાહત મળે તે માટે અમેરિકાથી મંગાવાયેલ 300 જેટલી વેક્સીન આવતીકાલથી સિંહોને આપવામાં આવશે. મહત્વનું છે કે, ગીરના જંગલમાં વસવાટ કરતાં ,ઘણાં સિંહોના મૃત્યુ બાદ તપાસ ટીમ દ્વારા વિવિધ મુદ્દે તપાસ કરી ,સિંહના મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે ,અથાગ પ્રયત્ન કરાયા છે.
સિંહના લોહીના નમૂના લઈ તેને પુનાની લેબોરેટરીમાં મોકલાયા હતા, જે રીપોર્ટ ,નેગેટિવ આવતા સિંહ પ્રેમીઓને ,રાહત થઈ છે. જોકે ,હજુ ,લાળનો અહેવાલ આવવાનો બાકી છે. આ અહેવાલ ,જો નેગેટિવ આવશે ,તો 33 સિંહોને ,ભયમુક્ત જાહેર કરાશે.
