Skip to main content
Settings Settings for Dark

રાજ્યના 4 મુખ્ય શહેરોમાં 9 રેન્જકક્ષાએ અને સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર કક્ષાએ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા

Live TV

X
  • ઓનલાઇન ડીજીટલ ક્રાંતિ આવતાની સાથે ગુનાહિત પ્રવૃતિમાં પરિવર્તન આવ્યુ છે. હાલના સંજોગોમાં ઓનલાઇન નાણાંકીય વ્યવહાર, બીલ ભરવા, નાણા ટ્રાન્સફર કરવા ઇન્ટરનેટનો બહોળા પ્રમાણમાં ઉપોયગ થાય છે. ત્યારે તેની સાથે સાયબર ક્રાઇમ પણ વધી ગયા છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા રાજ્યના 4 મુખ્ય શહેરોમાં 9 રેન્જકક્ષાએ અને સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર કક્ષાએ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. સાઇબર ક્રાઇમના ગુનામાં ટેબલેટ આઇપેડ, લેપટોપ વગેરેના માધ્યમથી ઇન્ટરનેટ દ્વારા કોઇપણ નાણાંકીય ઉચાપત પાસવર્ડ કે અન્ય ડેટાની ચોરી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રાસ, પોર્નોગ્રાફી, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, આઇડેન્ટીટી થેફ્ટ ઇમેઇલ અથવા વેબસાઇટ હેકિંગ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકો આ અંગેની ફરિયાદ 100/112 ઉપર કોલ કરીને તેમજ 155-260, 1800-18001-91 હેલ્પલાઇન મારફત કરી શકશે. તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ઇમેઇલ દ્વારા પણ પોતાની સાથે થયેલી નાણાંકીય ઉચાપતની ફરિયાદ કરી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply