Skip to main content
Settings Settings for Dark

રાજ્યની પ્રવર્તમાન અછતના સંદર્ભમાં ખેડૂતોના હિતમાં નિર્ણય

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની પ્રવર્તમાન અછતના સંદર્ભમાં ખેડૂતોનાં હિતમાં વધુ એક નિર્ણય કર્યો છે. રાજ્યમાં ડાર્ક ઝોનમાં સમાવિષ્ટ 57 તાલુકાઓમાં હવે ખેડૂતોએ કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માટે ડ્રીપ કે સ્પીન્કલર પદ્ધતિ ફરજિયાત પણે અપનાવવાની રહેશે નહીં. અગાઉ રાજ્ય સરકારે ભૂગર્ભ જળ સ્તર નીચા જતાં હોવાની સ્થિતિને કારણે રાજ્યના 57 તાલુકાઓમાં ડાર્ક ઝોન જાહેર કર્યો હતો. તદ્અનુસાર જે ખેડૂતો કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માંગતા હોય તેમણે ફરજિયાત પણે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધિ અપનાવવાની રહેતી હતી, પરંતુ આ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી શ્રીએ સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવાની જોગવાઈ અન્ય જાહેરાત ન થયા ત્યાં સુધી મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply