Skip to main content
Settings Settings for Dark

સુરત મહાનગરની સૂચિત પાર્કિગ પોલીસીને મંજૂરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરત મહાનગરની સુચિત પાર્કિંગ પોલીસીને મંજુરી આપી છે. સુરત મહાનગરમાં ઝડપથી વધતી વસતિ અને વાહનોના વપરાશને પરિણામે ટ્રાફિક તેમજ ટ્રાન્સપોર્ટને લગતી સમસ્યાના નિવારણ માટે સુરત મહાનગરપાલિકાએ આ સૂચિત પાર્કિંગ પોલીસી અને પાર્કિંગ બાયલોઝ રાજ્ય સરકારમાં રજૂ કર્યા હતા. મહત્વનું છે કે, વિપૂલ પ્રમાણમાં વાહનોના વપરાશ સામે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકાર પાર્કિંગ પોલીસીની ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. ત્યારે સુરતમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગ - ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટેની સુવિધાઓ નિયત દર સાથે ઉપલબ્ધ કરાવાશે. મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર સ્માર્ટ સિટીઝ ડેવલપમેન્ટમાં અદ્યતન ટેકનોલોજી સહ નીતિ રૂપ આયોજન અને નિયમન થઇ શકે તેવી પાર્કિંગ પોલીસી તબક્કાવાર અન્ય શહેરોમાં પણ લાગુ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply