શહેરી વિસ્તારના ઝડપી વિકાસને વધુ આયોજીત બનાવવાનો ધ્યેય
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી વિસ્તારના ઝડપી વિકાસને વધુ આયોજિત અને વેગવંતો બનાવવાના ધ્યેય સાથે અમદાવાદની 8 ડ્રાફટ ટી.પી. સાથે કુલ 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપી છે. આ ડ્રાફટ સ્કીમની મંજુરી મળવાથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણની સાથેઆંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થશે. મુખ્યમંત્રીએ છેલ્લા 9 મહિનામાં અમદાવાદ શહેરમાં જ 28 થી વધુ ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજુરી આપતાં અંદાજે 3 હજારથી પણ વધુ હેક્ટર્સ વિસ્તારમાં આયોજનને આખરી ઓપ મળ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ બધી ડ્રાફટ સ્કીમ ત્વરાએ ફાઈનલ કરવા ટાઉન પ્લાનીંગ ઓફિસર્સને તાકિદ પણ કરી છે.
