Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પાટણના રાજપુર ગામે અનુસૂચિત જાતિ પરિવારની લીધી મુલાકાત

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પાટણ તાલુકાના રાજપુર ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.

    તેમણે ગામના શ્રમિક અને અનુસૂચિત જાતિ પરિવારના દલસુખ મોહન પરમારના ઘરે જઈ પરિવારજનોની કુશળક્ષેમ પૂછી હતી.રાજ્યપાલએ દલસુખના પરિવાર સાથે જમીન પર બેસીને અલ્પાહાર ગ્રહણ કર્યો હતો અને પરિવાર સાથે હૃદયસ્પર્શી વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સાદગી અને સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ગ્રામજનો સાથેના સંવાદ દરમિયાન રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને ગ્રામીણ આરોગ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય માટે રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.રાજ્યપાલની સહજ અને લાગણીસભર મુલાકાતથી રાજપુરના ગ્રામજનો તેમજ દલસુખભાઈ પરમારના પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
apply