Skip to main content
Settings Settings for Dark

20મી એશિયન ગેમ્સ માટે ભારતીય સ્વિમિંગ ટીમને અમદાવાદથી સેન્ડ-ઑફ

Live TV

X
  • અમદાવાદના SAI NCOE ખાતે 20મી એશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી ભારતીય સ્વિમિંગ ટીમનો સેન્ડ-ઑફ સમારંભ યોજાયો હતો.

    વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી યોજાયેલા રાષ્ટ્રીય તાલીમ કેમ્પ બાદ સ્વિમર્સ અને કોચિંગ સ્ટાફને જાપાનના આઇચી-નાગોયા માટે વિદાય આપવામાં આવી હતી.SAI સપોર્ટ સ્ટાફ દ્વારા ખેલાડીઓને તિલક કરી વિજયી પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હેડ કોચ પ્રદીપ કુમારે જણાવ્યું કે, તાલીમ દરમિયાન સ્વિમર્સે શારીરિક અને માનસિક રીતે સખત મહેનત કરી છે અને ટીમ ફાઇનલ્સમાં પહોંચવા તેમજ દેશ માટે મેડલ જીતવા સજ્જ છે. ટીમ કેપ્ટન સાજન પ્રકાશે પણ દેશનું નામ રોશન કરવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સમારંભમાં IOA સભ્ય ડોલા બેનરજી, SAI ગાંધીનગરના રીજનલ ડાયરેક્ટર પ્રશાંત કુમાર સિંહ, SAI NCOE અમદાવાદના ડાયરેક્ટર અદિતિ સિંહ, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી મોનલ ચોકસી સહિતના મહાનુભાવોએ ભારતીય સ્વિમર્સને સફળતા અને મેડલ વિજય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
apply