Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય પોરબંદરની મુલાકાતે

Live TV

X
  • મહાત્મા ગાંધીના જન્મસ્થળ કિર્તીમંદિરની લીધી મુલાકાત

    રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય પોરબંદરની મુલાકાતે છે. રાજ્યપાલે પોરબંદર પહોંચીને પૂજ્ય ગાંધી બાપુનાં જન્મસ્થળ કિર્તીમંદિરની મુલાકાત લીધી હતી અને તેમને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યાર બાદ તેમણે મહાત્મા ગાંધીજીના જીવન સાથે સંકળાયેલ તલસ્પર્શી વિગતો મેળવી હતી. 
    કિર્તિમંદિર બાદ રાજ્યપાલે આર્યકન્યા ગુરૂકુળની મુલાકાત લીધી હતી. જ્યાં ગુરૂકુળ વતી રાજયપાલનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 1700 વિઘા જમીનમાં પથરાયેલા સાંદિપની આશ્રમ, છાત્રાલય અને સાંદિપની પરિસરની મુલાકાત લીધી હતી. તેમજ અહીં અપાતા શિક્ષણ અંગે જીણવટભરી વિગતો મેળવી હતી. આશ્રમના ઋષીકુમારોએ વેદમંત્રોચ્ચાર દ્વારા રાજ્યપાલનું સ્વાગત કર્યુ હતુ.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply