રાજ્યપાલ દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન અને દીપ પ્રાગટ્ય કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌને દિપાવલી પર્વની શુભકામનાઓ પાઠવી
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિપાવલીના પાવનપર્વે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન અને દીપ પ્રાગટ્ય કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌને દિપાવલી પર્વની શુભકામનાઓ પાઠવી છે.
આ પ્રસંગે તેઓએ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામોદયક્ષેત્રે થઈ રહેલા કાર્યો અંગે વિદ્યાપીઠના કુલ નાયક રાજેન્દ્ર ખીમાણી સાથે વિચારવિમર્શ કર્યો હતો. ઉપરાંત પ્રાકૃતિક કૃષિ, ખેડૂતોના વિકાસ માટે થઈ રહેલા કાર્યો, ગૌપાલન, દેશી બી ના સંરક્ષણ, જળસંચય અને શિક્ષણ કાર્યોની માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં કાર્યકારી કુલ સચિવ નીખિલ ભટ્ટ, ટ્રસ્ટીઓ તથા લેડી ગર્વનર દર્શનાબેન દેવીએ તેમજ પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સૌને દિપાવલીની અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી
