રાજ્યભરમાં કોરોના વાઈરસથી બચવા અગમચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ
Live TV
-
પ્લેટફોર્મ પર થતા દબાણને ઘટાડવા રેલ્વે પ્લેટફોર્મની ટીકીટના દર વધારાયા-ઠેર ઠેર જાગૃતતા અભિયાન જારી, મુસાફરોની સુરક્ષા માટે એસટી વિભાગ દ્વારાબસની સફાઈ અને જંતુનાશક દવાઓના છંટકાવની કરાઈ રહી છે કામગીરી
વૈશ્વિક મહામારી કોરાના વાયરસને પહોંચી વળવા માટે , રાજ્ય સરકારે જરૂરી તમામ પગલા ભર્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના આદેશને પગલે , ભાવનગરમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા , પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. શહેરની સર.ટી. હોસ્પિટલમાં , હાલ 30 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અને જરૂર પડે ત્યારે 70 બેડ સુધીની , તૈયારીઓ રાખવામાં આવી છે. એમા પણ શંકાસ્પદ મહિલા-પુરૂષ અને બાળકો માટે , ખાસ અલગ-અલગ વોર્ડ ઉપરાંત , આઈસીયું વોર્ડ પણ સજ્જ કરાયો છે. આ ઉપરાંત નર્સિંગ સ્ટાફ દ્વારા , સાફ-સફાઈની પણ , પુરતી તકેદારી રાખવામાં આવી છે. તેમજ માસ્કનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાને પગલે , લોકોને ખોટી અફવામાં ન દોરાવાની , તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે
કોરોના વાયરસને પહોંચી વળવા માટે , રાજ્ય સરકાર સતર્ક બની છે. મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ , જિલ્લામાં આઈસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જિ્લ્લાના લુણાવાડા, બાલાસિનોર, વીરપુર , અને સંતરામ પુરમાં , આઈસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ આઈસોલેશન વોર્ડમાં, 24 જેટલાં બેડ તૈયાર કરાયા છે. ત્યારે જિલ્લા કલેકટર આર.બી.બારડે , લુણાવાડાની જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી , અને અહીં તૈયાર કરવામાં આવેલા આઈસોલેશન વોર્ડની , અને અન્ય તૈયારીઓની સમિક્ષા કરી હતી. સાથે જ તેમણે હોસ્પિટલમાં , તબીબો અને સંબંધીત અધિકારીઓને , કોરોના સંક્રમિત દર્દીઓને લઈને , જરૂરી સુચનો પણ આપ્યાં હતાં
