Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

Live TV

X
  • જ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે કરવામાં આવી. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.

    ગઈકાલે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો. રાજ્યભરના આદિવાસી વિસ્તારોમાં રેલી અને આદિવાસી જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા. રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે કરવામાં આવી. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.

    ઉજવણીના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા, પારંપરિક વેશભૂષા નૃત્ય સહિત રંગારંગ કાર્યક્રમોની રમઝટ જોવા મળી, તો બીજી તરફ, તેજસ્વી તારલાઓ અને પ્રગતિશીલ ખેડૂતો તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટસમાં ઝળકેલા ખેલાડીઓનું મુખ્યમંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસી દિનની સૌને શુભેચ્છા પાઠવી અને સરકાર, આદિવાસીઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને છેવાડાના માનવી સુધી જનસુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યભરમાં અનેક યોજનાઓ શરૂ કરી છે અને 46 લાખના વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રીએ 100 કરોડના ખર્ચે રાજપીપળા ખાતે આદિવાસી મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply