Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની એક ઝલક

Live TV

X
  • બનાસકાંઠા 
    બનાસકાંઠા જિલ્લામાં દરેક ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર સામે ચાલીને લાભાર્થીઓના દ્વારે પહોંચી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનાં આંબલિયાળ ગામે વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનોને પ્રધાનમંત્રી આવાસ યોજના, વ્હાલી દીકરી યોજના, આયુષમાન યોજના ,પીએમ કિશાન સન્માન નિધિ સહિત કુલ 17 યોજનાના લાભાર્થીઓને સ્થળ પર સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત અનેક વિધ યોજનાના લાભાર્થીઓએ મારી કહાની મારી જુબાની હેઠળ પોતાને મળેલા લાભો અંગે મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

    અમદાવાદ 
    અમદાવાદના નિકોલ - વિરાટનગર  મંગળ પાંડે હોલ પાસે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમારોહ યોજાયો હતો. જેમા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાહુલ શર્મા અને પંકજ ભુતના માર્ગદર્શન હેઠળ આરોગ્ય, અન્ન સુરક્ષા, આવાસ યોજના, આધાર કાર્ડની માહિતી આપવામાં આવી હતી. તેમજ સ્થળ પર જરૂરિયાતવાળા લોકોના ફોર્મ ભરીને અરજીઓનો નિકાલ કર્યો હતો. આ કાર્યક્રમમા પ્રધાનમંત્રી જન કલ્યાણક. યોજનાઓના લાભાર્થીઓને સહાય આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા નિકોલ વિસ્તારના તમામ હોદેદારો,કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply