રાજ્યમાં ઠંડીના તાપમાનમાં આંશિક ઘટાડો
Live TV
-
રાજ્યમાં ઠંડીના તાપમાનમાં આંશિક ઘટાડો
રાજ્યમાં આજે ઠંડીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં નલિયાનું સૌથી ઓછુ તાપમાન 10.5 ડીગ્રી સેલ્સીયસ રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 11.8 ડીગ્રી , વડોદરામાં 12.2 ડીગ્રી, રાજકોટ અને ડીસામાં 12.8 ડીગ્રી, ભુજમાં 12.9 ડીગ્રી, અમદાવાદમાં 14 ડીગ્રી, પોરબંદરમાં 14.4 ડીગ્રી, સુરેન્દ્રનગર, સુરત અન કંડલામાં 14.8 ડીગ્રી સેલ્સીયસ રહ્યું હતું. જ્યારે ઓખામાં 18.8 ડીગ્રી, દ્વારકામાં 16.2 ડીગ્રી અને ભાવનગરમાં 15.2 ડીગ્રી સેલ્સીયસ તાપમાન રહ્યું હતું. દિલ્હી અને એનસીઆર સહિતના ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે ઠંડીનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.
