રાજ્યમાં નવા 915 કેસ નોંધાયા, તો સુરતમાં નવા 291 કેસ સાથે સ્થિતિ ચિંતાજનક
Live TV
-
રાજ્યમાં આજે કોરોનાના નવા 915 કેસ નોંધાયા છે. રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોનાના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. સતત બીજા દિવસે પણ કેસનો આંકડો 900ને પાર કરી ગયો છે.
નવા કેસની સામે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 749 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,78,367 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,39,412 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 3,36,843 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 11097 છે, જેમાંથી 71 વેન્ટિલેટર પર છે અને 11026 સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 30555 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે, તો કુલ 2071 ના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 3ના અને સુરતમાં 5ના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 154 અને ગ્રામ્યમાં 13 કેસ નવા નોંધાયા છે, તો સુરત શહેરમાં 221 અને ગ્રામ્યમાં 70 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 56 અને ગ્રામ્યમાં 20 નવા કેસ નોંધાયા છે, તો રાજકોટ શહેરમાં 17 અને ગ્રામ્યમાં 7 નવા કેસ નોંધાયા છે.
