હવેથી રાજ્યના તમામ ઑટો રીક્ષા ડ્રાઈવરો માટે વાદળી રંગનો યુનિફોર્મ ફરજિયાત
Live TV
-
રાજ્યમાં રીક્ષા ચાલકો માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હવેથી રાજ્યના તમામ રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. રીક્ષાચાલકોની ઓળખ થઈ શકે એટલા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
રાજ્યમાં ઑટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ, 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઑટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવાની બાબત સરકારના વિચારણા હેઠળ હતી.
જે મુજબ હવે નવી જોગવાઈ કરવામાં આવેલ છે, જે પ્રમાણે હવે રાજ્યના રીક્ષા ડ્રાઈવરો માટે વાદળી કલરના એપ્રોનને યુનિફોર્મ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
