રાણીપ બસ સ્ટેશન પર રેપીડ એન્ટિજન ટેસ્ટ શરૂ કરાયાં
Live TV
-
અમદાવાદમાં બસ સ્ટેશન પર રેપીડ એન્ટીજન ટેસ્ટ શરુ કરાયા, તો કોર્પોરેશન દ્વારા સરકારની માર્ગદર્શિકાનું પાલન ન કરતાં પાનના ગલ્લા ઉપર કરવામાં આવી દંડાત્મક કાર્યવાહી
અમદાવાદમાં કોરોનાના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં રાખવા માટે અમદાવાદના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ સાથે કોરોનાનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
જેથી વધતા સંક્રમણને ઘટાડી શકાય. હાલ ગુજરાત એસટી નિગમ દ્વારા પણ અમદાવાદના ગીતામંદિર સાથે રાણીપ બસ સ્ટેન્ડ મથકે મુસાફરોના કોરોનાનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
