રાજ્યમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ
Live TV
-
જેમાં મુખ્યમંત્રીએ મહાનગરોમાં આગામી એક-બે વર્ષમાં વપરાશ માટેના પાણી પુરવઠામાં ૭પ ટકા ટ્રીટેડ વોટર-રીસાયકલ્ડ વોટર યુઝ કરવા માટેની વ્યવસ્થા કાર્યરત કરવા અંગે પણ તાકીદ કરી હતી
રાજ્યના આઠ મહાનગરો તેમજ શહેરી વિકાસ સત્તા મંડળોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા અને આયોજન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની સહ ઉપસ્થિતીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
આ સાથે રાજ્ય સરકારે આગામી જુલાઇ માસ સુધી પીવાના પાણીની પુરતી ઉપલબ્ધિ માટે કરેલા આયોજન સંદર્ભમાં, શહેરી ક્ષેત્રોમાં સ્થાનિક સત્તા તંત્રોની સજ્જતા આયોજન અંગે પણ સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરાઈ હતી. બેઠકમાં મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન મહાનગરોના મેયરો, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનો અને મ્યુનિ. કમિશનરો અને સંબધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
