Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં મેઘમહેર, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ, ખેડૂતોમાં આનંદ છવાયો

Live TV

X
  • જૂનાગઢનો વિલિગ્ટન ડેમ થયો ઓવર ફ્લો- અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ, શ્રીકાર મેઘમહેરથી ધરતી પુત્રોમાં છવાયો આનંદ.

    ગુજરાતમાં હવે ચોમાસુ સક્રિય બન્યું છે. છેલ્લાં 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં અપાર મેઘ મહેર થઇ છે અને લગભગ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો પાણીથી તરબોળ થઇ ગયા છે. હવામાન વિભાગના અધિકારી ડો. જંયત સરકારે આગાહી કરી છે કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થઇ છે.

    જેના કારણે હજુ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદી નાળાં ભરાઈ ગયા છે. ઘણા તળાવોમાં પણ નવા નીર ભરાયાં છે. સતત અને ધીમી ધારે પણ વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જો કે મગફળીના પાકને હાલમાં નુકશાન થાય તેવી પણ શક્યતા છે.

    બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારા સામે રાહત મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply