સુરતઃ 10 જુલાઈથી ફરીથી હીરા ઉદ્યોગ શરૂ, શરતો સાથે કારખાના પણ થશે શરૂ
Live TV
-
કોરોના સંક્રમણ વચ્ચે આગામી તા. 10 થી હીરા ઉદ્યોગ અને 14મી તારીખ હીરાના કારખાના ચોક્કસ શરતો સાથે થશે શરુ
અમદાવાદ બાદ હવે સુરત રાજ્યનું કોરોના સંક્રમણનું હોટ સ્પોટ બન્યું છે. જેને કારણે વધતાં કોરોનાના કેસને લઈને છેલ્લા એક સપ્તાહથી હીરા ઉદ્યોગ બંધ છે. હીરા ઉદ્યોગમાં સરકારની કડક ગાઈડલાઈનનું પાલન કરીને હવે 10મી જુલાઇથી તેને પુનઃકાર્યાન્વિત કરવાનો નિર્ણય લેવાયો છે.
આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને હિરા ઉદ્યોગકારો વચ્ચે લંબાણપૂર્વકની ચર્ચા વિચારણા બાદ આ ઉદ્યોગને ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે હીરા ઉદ્યોગ શરૂ થતા ચોક્કસ શરતોનું પાલન કરવું પડશે. સુરતમાં ઘણાખરા લોકો ડાયમંડના ઉદ્યોગ પર નભતા હોવાથી લોકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
