Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં સતત બીજા દિવસે મેઘ મહેર યથાવત, અત્યાર સુધીમાં સીઝનનો 16 ટકા જેટલો થયો વરસાદ

Live TV

X
  • હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન સીઝનનો સોળ ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે ગીર સોમનાથમાં આજે બીજા દિવસે પણ મેઘ રાજની મહેર યથાવત છે. દિવમાં ગઇકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ,રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.

    તો સુરેન્દ્રનગર માં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વેરાવળ તથા સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવાર થી વરસાદ શરૂ છે. વેરાવળના ગામ ભેટાળી, પડવા, કોડીદ્રા, માથાસુરીયા, લુભા, રામ પરા, ખંઢેરી અને આજુ બાજૂના ગામોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ થતાં ખેતરો મા ,પાણી ભરાઇ ગયા છે.

    ગીર સોમનાથના ,કોડિનાર ખાતે ,ગઈકાલ બપોર સુધીમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો તલાલા માં બે ઈંચ, માણાવદર માં 14 એમ.એમ. વરસાદ નોંધાયો છે. તો કુતિયાણા, માળિયા, વેરાવળ, કેશોદ માં પણ ,વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં ડાંગમાં 39 મિમી. સાપુતારામાં 31 મિમિ વરસાદ નોંધાયો છે.

    અરવલ્લી, વલસાડ ડાંગ, તાપી ધ્રાંગધ્રા અને વ્યારા માં ,ધોધમાર વરસાદ વરસ્યો છે. તો અમદાવાદ ના ,પૂર્વ વિસ્તાર માં ,સાંજે ગાજ વીજ સાથે ,વરસાદ થયો હતો. આ સિવાય, ગાંધીનગર માં પણ ,વરસાદ વરસ્યો છે. જ્યારે સુરેન્દ્રનગરના ત્રણ તાલુકામાં બે કલાકમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગુજરાત રાજ્ય માંસાયક્લોનીક એર સરકર્યુલેશન ના કારણે આગામી ચાર-પાંચ, છ અને સાત જુલાઈ દરમિયાન , ભારે વરસાદ પડવા ની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત ,અને સૌરાષ્ટ્રના વિસ્તારો માં ,ભારે વરસાદ પડવા ની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply