રાજ્યમાં 25 જુન સુધી ભારે વરસાદની આગાહી
Live TV
-
બંગાળની ખાડીમાં લો-પ્રેશર, ગુજરાતમાં સારા વરસાદની સંભાવના
રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે...બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે..તો આ પહેલા શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવતાં લોકોએ ઠંડકનો અનુભવ કર્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર, ડીસા, અંબાજી, સાબરકાંઠા-અરવલ્લી તેમજ મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો... મધ્ય ગુજરાતમાં દાહોદ, લીમખેડા, ફતેપુરા, સંજેલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગોંડલ, ભાવનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદે હાજરી પૂરાવી હતી..તો આ તરફ ગઇકાલે શનિવારે વડોદરામાં પણ વરસાદે પધરામણી કરી હતી..
