રાજ્યમાં 783 નવા કેસ નોંધાયા, તો સામે 569 દર્દીઓ થયા સાજા
Live TV
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 783 નવા કેસ નોંધાયા છે અને 16ના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 569 દર્દીઓ સ્વસ્થ થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,33,864 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ નવા કેસની સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 38, 419 થઈ છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 9111 છે, જેમાંથી 67 વેન્ટિલેટર પર અને 9044 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં 27,313 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે, તો 1995 લોકોના મોત થયા છે. અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 156 નવા કેસ નોંધાયા છે, તો સુરત જિલ્લામાં પણ 273 નવા કેસ નોંધાયા છે અને વડોદરા જિલ્લામાં 67 નવા કેસ નોંધાયા છે અને રાજકોટમાં નવા 39 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 લોકોના કોરોનાના કારણે મોત થયા છે, જેમાંથી અમદાવાદ જિલ્લામાં 7ના, સુરત જિલ્લામાં 6ના, અરવલ્લીમાં 2ના, બનાસકાંઠામાં 1 અને ખેડામાં 1નું મોત થઈ રાજ્યમાં કુલ 17 દર્દીઓના મોત થયા છે.
