રાજ્યસભાની બે બેઠક માટે ભાજપના ઉમેદવાર દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાએ ભર્યા ઉમેદવારી ફોર્મ
Live TV
-
1 માર્ચે યોજાનારી રાજ્યસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મંત્રી મંડળના સભ્યો અને અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસે રાજ્યસભામાં માટે ઉમેદાવારો ઉભા ન રાખતા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ થશે. નોંધનીય છે કે, ભાજપના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધનથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે, જેથી પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
