Skip to main content
Settings Settings for Dark

રાજ્ય કક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ

Live TV

X
  • પંચમહાલના ખાનપુરથી મુખ્યમંત્રીએ કૃષિ મેળાનો પ્રારંભ કરાવ્યો

    રાજય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને વિવિધ ખેતીલક્ષી યોજનાઓ, ઉત્પાદનો, ટેકનોલોજી, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીની માહિતી એક જ સ્થળે મળી રહે તેવા ઉદેશ્યથી ગઇકાલે પંચમહાલના મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય કક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કૃષિ ક્ષેત્રે અનોખી સફળતા મેળવનારા રાજ્યભરમાંથી પસંદગી પામેલા 16 ખેડૂતોને મુખ્યમંત્રીના હસ્તે આર્થિક સહાય અને સન્માન પત્રો એનાયત કરાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 21 સાફલ્ય ગાથા વર્ણવતી પુસ્તિકાનું પણ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી જયદ્રથ સિંહ પરમાર, અધિક મુખ્ય સચિવ કૃષિ અને ખેડૂત કલ્યાણ સંજય પ્રસાદ, બચુભાઇ ખાબડ, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો, સ્થાનિક હોદ્દેદારો અને પદાધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીને રાજ્યસભાની ચૂંટણી અંગે પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું કે અમારી પાસે બન્નેમાં પૂરતી બહુમતી છે, બન્ને બેઠકો ભાજપ જીતશે તેવો આત્મવિશ્વાસ બતાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply