CMએ 10 લાખ સખી મંડળોની રચના કરવાની નેમ વ્યક્ત કરી
Live TV
-
મહિલાઓને સ્વાશ્રયી અને સ્વાવલંબી બનાવવાની પણ નેમ વ્યક્ત કરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગામી સમયમાં રાજ્યમાં 10 લાખ સખી મંડળોની રચના કરી મહિલાઓને સ્વાશ્રયી અને સ્વાવલંબી બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, 10 બહેનોનું એક એવા 10 લાખ સખી મંડળો શરૂ કરી તેને ડિસ્ટ્રીક્ટ અને અર્બન બેન્ક દ્વારા માઇક્રો લોન અપાવી પગભર કરવી છે. ધી સૌરાષ્ટ્ર કો.ઓપરેટીવ બેન્ક દ્વારા મહિલા ગ્રાહકોને સન્માનવાના અમદાવાદના બાપુનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા ગ્રાહકોનું સન્માન કરતા તેમણે જણાવ્યું કે, બેન્કો માત્ર નફો રળવા માટે નહીં, પરંતુ નાના લોકોને લોન આપી નાના લોકોની મોટી બેન્ક બની રહે તે આજની નિતાંત આવશ્યકતા છે. તેમણે વધુમાં કહ્યું કે, સખી મંડળોને માઇક્રો ફાયનાન્સ માટે સરકાર ગેરન્ટર બનશે અને તે દ્વારા બહેનો નાનો - મોટો વ્યવસાય ચલાવી પોતે આર્થિક પગભર થવા સાથે પોતાના કુટુંબની આર્થિક પ્રગતિમાં સહભાગી બની રહેશે
