રાજ્ય સરકારે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનો કર્યો નિર્ણય
Live TV
-
ભરૂચ આસપાસના ગામોની પાણીની સમસ્યાનો આખરે અંત આવ્યો છે. રાજ્ય સરકારે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. આજથી નર્મદા ડેમના ગોડબોલે ગેટમાંથી 1500 ક્યુસેક પાણી છોડાશે. પાણી છોડવાના કારણે ભરૂચ, વડોદરા અને નર્મદા કાંઠાના અનેક ગામોની પાણીની સમસ્યાનો અંત આવશે. આ ગામના લોકો ઘણા સમયથી પાણી છોડવા માટે માગ કરી રહ્યા હતા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી પાણી છોડવાની માગ કરી હતી. ડેમમાંથી હાલ 600 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે છે. પરંતુ હવે 1500 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી જીવંત બનશે.
