રાજ્ય સરકારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માટે વાહનો ફાળવ્યા
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને ખાદ્ય સામગ્રી , દવાઓ ગુણવત્તા લક્ષી પુરી પાડવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખાદ્ય સામગ્રી માં ભેળસેળ રોકવા માટેની ચકાસણી ઝુંબેશને આગામી સમયમાં રાજ્યભરમાં વધુ સઘન બનાવાશે. ગાંધીનગર ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે 100 ટુ-વ્હીલર અને 11 ફોર વ્હીલરને નાયબ મુખ્યમંત્રીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખાદ્ય પદાર્થોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અને નાસ્તાનું ઉત્પાદન પેકીંગ કરીને દેશ વિદેશમાં નિકાસ થાય છે. તેમજ પ્રવાસન પ્રવૃત્તિઓના વિકાસના પરિણામે પણ શહેરો, નગરોમાં રેસ્ટોરન્ટ, હોટલો તથા ઉત્પાદીત એકમોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ તમામ જગ્યાઓનું સઘન ચેકીંગ કરીને નાગરિકોને ગુણવત્તા યુક્ત સામગ્રી મળી રહે અને ભેળસેળ ન થાય તે માટે આ વાહનોની ફાળવણી કરાઈ છે.
