રાજ્ય સરકાર દ્વારા તલાટીઓની માંગણીઓનો કરાયો સ્વીકાર
Live TV
-
પંચાયત વિભાગના પરિપત્રની 3 વિવાદાસ્પદ શરતોને રદ કરવાનો રાજ્ય સરકારે કર્યો નિર્ણય
તલાટી કમ મંત્રીઓ પોતાની કેટલીક માંગણી ઓ સાથે ,હડતાલ પર ઉતર્યા હતા. જો કે સરકાર દ્વારા ,માંગણી સ્વીકાર નો વિશ્વાસ અપાતા તલાટીઓ એ, પોતાની હડતાલ ને ,પાછી ખેંચી લીધી હતી. જેને ધ્યાન માં લઈ ને ,નાયબ મુખ્યમંત્રી, નિતિનભાઈ પટેલે ,તલાટી એસોસિએશનન હોદ્દેદારો સાથે ,વિસ્તાર પૂર્વક ,ચર્ચા કરી હતી. તેમજ ,આજે પત્રકાર પરિષદ દરમિયાન ,3 શરતો ને સ્વીકારી લેવા વિશે ની ,જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું ,કે ,વર્ષ 2017 ના ,પંચાયત વિભાગ દ્વારા જાહેર કરેલા ,પરિપત્ર ની ,4-5-6 ,એમ 3 વિવાદાસ્પદ શરતો ને ,સરકારે દૂર કરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓ ને ,પૂરતુ પગાર ધોરણ મળી રહે ,તે માટે ,સરકારે આ નિર્ણય લીધો છે, તેમણે જણાવ્યું હતું ,કે ,2010 થી ,આ અંગે વિસંગતતા હતી ,તેના માટે ,તલાટી દ્વારા ,રજૂઆત કરવા માં આવી હતી. જેનો, ઉકેલ લાવવા માં આવ્યો છે. જેનો ,12 હજાર થી ,વધુ ,તલાટી કમ મંત્રીઓ ને ,લાભ થશે. ઉપરાંત ,તેમણે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું ,કે ,વર્ગ ચાર ના કર્મચારીઓ ને ,રૂપિયા 3500 નું બોનસ આપવા માં આવશે. જેના માટે પડનારો ,15 કરોડ નો બોજો ,રાજ્ય સરકાર ઉઠાવશે.
