રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો આજે જન્મદિવસ, વિવિધ કાર્યક્રમોનું આયોજન
Live TV
-
તંદુરસ્ત રાજ્ય તથા તંદુરસ્ત દેશ અને યોગ્ય સંસ્કાર સિંચવાનું ઉમદા કાર્ય કરતાં શિક્ષકોને શિક્ષણમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
''રાજ મને લાગ્યો કસુંબીનો રંગ''ના રચયિતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિન નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરેન્દ્રનગર ખાતે જિલ્લા શિક્ષણ વિભાગ અને તાલીમ ભવનના કર્મચારીઓ દ્વારા ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું અનાવરણ થયું હતું. સાથે જ શિક્ષણના સંવર્ધન માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરાયો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુરેન્દ્રનગરમાં શિક્ષકોને પણ પ્રેરણા આપી હતી. તંદુરસ્ત રાજ્ય તથા તંદુરસ્ત દેશ અને યોગ્ય સંસ્કાર સિંચવાનું ઉમદા કાર્ય કરતાં શિક્ષકોને શિક્ષણમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
