રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર વિરુદ્ધ ચૂંટણી પક્ષ સમક્ષ ચાર ફરિયાદો દાખલ
Live TV
-
રાહુલ ગાંધીએ બિહારના સુપોલ ખાતે ચૂંટણી સભાને સંબોધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ આજે બિહારના સુપોલ ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી. સભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ એ કહ્યું હતું કે, કોંગ્રેસની ન્યાય યોજનાથી ગરીબોના ખાતામાં સીધી રોકડ રકમ જમા કરાવાશે. આ સાથે દેશના પાંચ કરોડ પરિવારોને ફાયદો થશે.
તો અમેઠી ખાતે રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર વિરુદ્ધ ચૂંટણી પક્ષ સમક્ષ ચાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે. ફરિયાદીઓએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, રાહુલ ગાંધી દ્વારા જે દસ્તાવેજો આપવામાં આવ્યાં છે તે યોગ્ય નથી. જેને ધ્યાને રાખતા રાહુલ ગાંધીની ઉમેદવારી અયોગ્ય ગણી, રદ કરવાની માંગણી ચૂંટણી પક્ષ સમક્ષ કરવામાં આવી છે. જો કે ચૂંટણી પંચે આ અંગેની સુનવણી 22 એપ્રિલ સુધી ટાળી દીધી છે. આ દરમિયાન ભાજપે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે પણ જવાબ માંગ્યો છે.
