રૂપાલ ગામમાં વરદાયિની માતાની નીકળશે પલ્લી
Live TV
-
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લી નીકળશે.
રૂપાલ ગામમાં આવેલા વરદાયિની માતાની પલ્લી વર્ષોની પરંપરાથી નીકળે છે. માતાજી ની આ પલ્લીમાં હજારો કિલો ઘી ચઢાવવા માં આવે છે.જેમાં લાખો ભાવિકો પોતાની માનતા પુરી કરે છે. જેમાં આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા પલ્લીની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
જેની માહિતી આપતા પ્રાંત અધિકારી જે.એમ. ગોરણીયાએ જણાવ્યુ હતું કે, આ વર્ષે 8 થી 10 લાખ દર્શનાથીઓ લાભ લેશે. આટલા મોટા સમૂહને ધ્યાનમાં રાખીને પાર્કિંગની 7 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, 500 થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે 200 જેટલા હોમ ગાર્ડના જવાનો તૈનાત રહેશે. તેમજ 17 થી 18 જગ્યાએ વિડીયો ગ્રાફી કરાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકોની સુરક્ષા માટે C.C.T.V. કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
