Skip to main content
Settings Settings for Dark

રોજગારનું નવું સોપાન: વ્યારાની 30 બહેનો બની રહી છે આત્મનિર્ભર

Live TV

X
  • વ્યારા તાલુકાની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ) સાથે જોડાયેલી 30 ગ્રામ્ય મહિલાઓએ પોતાની હસ્તકલા અને હુન્નરના બળે પગભર બનાવવાના હેતુથી બેંક ઓફ બરોડા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI) તાપી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મિશન મંગલમના સંયુક્ત ઉપક્રમે આરસેટી વ્યારા ખાતે 14 દિવસીય વિશેષ ‘જૂથ પ્રોડક્ટ તાલીમ’ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.

    હુન્નરથી વ્યવસાય સુધીની સફર :

    માસ્ટર ટ્રેનર આરાધના વસાવાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમમાં મહિલાઓએ માત્ર હસ્તકલા શીખી નથી, પરંતુ તેને વ્યવસાયમાં ફેરવવાની પદ્ધતિઓ પણત્મસાત કરી છે. તાલીમ દરમિયાન બહેનોએ વિવિધ પ્રકારની આકર્ષક બેગ્સ, ઘર સજાવટની કલાત્મક વસ્તુઓ, ઝૂલા અને સુંદર ડેકોરેટિવ હેન્ડીક્રાફ્ટ આઈટમ્સ બનાવવાની પ્રાયોગિક તાલીમ મેળવી હતી. આ સાથે જ ઉત્પાદિત વસ્તુઓનું માર્કેટિંગ કેવી રીતે કરવું, યોગ્ય કિંમત કઈ રીતે નક્કી કરવી અને વ્યવસાયનું સફળ સંચાલન કઈ રીતે કરવું તેનું મૂલ્યવાન માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

    મહિલાઓમાં આત્મનિર્ભરતાનો નવો જોશ

    તાલીમાર્થી સ્મિતાબેન ગામીતે આ અનુભવ વિશે જણાવતાં કહ્યું હતું કે આ ૧૪ દિવસીય તાલીમ તેમના માટે સ્વરોજગારનું નવું દ્વાર ખોલી રહી છે. સરકારી માર્ગદર્શન અને તાલીમની મદદથી હવે તેઓ પોતાના હાથથી બનાવેલી ચીજવસ્તુઓ તૈયાર કરીને વ્યવસાય ક્ષેત્રે આગળ વધવા આતુર છે. જો સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોમાં તેમને સ્ટોલ ફાળવવામાં આવે, તો તેમના ઉત્પાદનોને મોટું બજાર પણ મળી રહેશે.

    RSETI દ્વારા વિનામૂલ્યે તાલીમ અને માર્ગદર્શન

    બેંક ઓફ બરોડા RSETI તાપીના નિયામક શ્રી કિરણ સાતપુતેએ તાપી જિલ્લાના ૧૮ થી ૫૦ વર્ષની વયજૂથના તમામ ભાઈ-બહેનોને સંસ્થા દ્વારા યોજાતી વિવિધ વ્યવસાયલક્ષી વિનામૂલ્યે તાલીમનો લાભ લેવા ખાસ અપીલ કરી છે. RSETI દ્વારા તાલીમ બાદ તાલીમાર્થીઓને વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી બેંકિંગ સુવિધાઓ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

    ગ્રામ્ય મહિલાઓની આ પહેલ સાબિત કરે છે કે યોગ્ય તાલીમ અને પ્રોત્સાહન મળે તો દીકરીઓ અને બહેનો ઘર-પરિવારની જવાબદારીઓ સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરીને આત્મનિર્ભર બની શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
apply