વીરતા અને રાષ્ટ્રભક્તિનું પ્રતિક કચ્છનું ‘ક્રાંતિતીર્થ
Live TV
-
માતૃભૂમિની આઝાદી કાજે વિદેશની ધરતી પરથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું મંડાણ કરનાર મહાન નાયક પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને તેમનાં ધર્મપત્ની ભાનુમતી દેવીની સ્મૃતિમાં કચ્છના માંડવી ખાતે 'ક્રાંતિતીર્થ'નું નિર્માણ કરવામાં આવ્યું છે. લંડનના ઐતિહાસિક 'ઇન્ડિયા હાઉસ'ની પ્રતિકૃતિ તરીકે સાકાર થયેલું આ સંકુલ દેશની અખંડ ચેતના અને વીરતાનું અનોખું પ્રતીક બનીને અડીખમ ઊભું છે.
આઝાદીના આ દીવાનાઓના અસ્થિઓ તેમના અવસાનના ૫૫ વર્ષ બાદ સ્વિટ્ઝર્લૅન્ડથી સન્માનપૂર્વક વતન લાવીને માંડવીના આ જ પવિત્ર પરિસરમાં પૂર્ણ રાજકીય સમ્માન સાથે સ્થાપિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૦થી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા અત્યંત જતનપૂર્વક સંચાલિત આ ઐતિહાસિક વારસો આજે વર્તમાન અને આવનારી યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ તથા સ્વાભિમાનનું નવું જોમ ભરી રહ્યો છે.
વિદેશમાં રહીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રચંડ વેગ આપનાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું આ સ્મારક દેશભક્તિનું સૌથી મોટું અને પ્રેરણાદાયી કેન્દ્ર બની ગયું છે.
