લૉકડાઉન દરમ્યાન માતા અને બે દિકરીઓ ચૉકલેટ થકી બની આત્મનિર્ભર
Live TV
-
અમદાવાદ લોકડાઉનના સમયગાળા દરમિયાન લોકોના જીવનમાં અનેક પરિવર્તનો આવ્યા છે ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા સોનિયા ઠક્કરે લોકડાઉન ના સમય ગાળા દરમિયાન પોતાનામાં રહેલી આવડતો નો ઉપયોગ કરી વિવિધ ચીજ વસ્તુઓ બનાવી છે.
જો વાત કરીએ તો જન્માષ્ટમી માટે તેઓએ ભગવાનના વાઘા રક્ષાબંધન માટે રાખડીયો દિવાળી માટે લોકોનું મોં મીઠું થાય અને ઘરમાં બનાવેલી ચોકલેટ લોકો ખાય તે માટે ફટાકડાના આકારની ચોકલેટ તેઓએ બનાવી છે.
આમ લોકડાઉનના ના સમય દરમિયાન તેમને ઘણી બધી અવનવી વસ્તુઓ બનાવીને પોતાની જાતને આત્મનિર્ભર બનાવ્યા હતા આ કાર્યમાં તેમની બે દીકરીઓ પોતાના ઓનલાઈન ક્લાસ પતાવીને વિવિધ ચીજવસ્તુઓ બનાવવા માતા ની મદદ કરતી હતી.
