લોકસભા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યાં
Live TV
-
લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોમાં થનગનાટ વધ્યો. ભાજપના ઉમેદવારો- ભરૂચથી મનસુખ વસાવાએ, રાજકોટથી મોહન કુંડારિયાએ, જામનગરથી પૂનમ માડમ, વલસાડથી ડૉ. કે. સી. પટેલ, તો કોંગ્રેસના તુષાર ચૌધરી અને પૂંજાભાઈ વંશે અનુક્રમેબારડોલી તથા જૂનાગઢથી ભર્યાં ઉમેદવારી પત્રો. વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ ભાજપના ઉમેદવારોએ ભર્યા નામાંકનપત્રો.
સુરેન્દ્રનગરમાં લોકસભાની ચૂંટણી સાથે ધ્રાંગધ્રા વિધાનસભા પેટાચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પરષોતમ સાબરીયા જેઓને ભાજપના ઉમેદવાર તરીકે ટીકીટ મળતા આજ રોજ તેઓનું ફોર્મ ભરવા માટે ગ્રીન ચોકથી રેલી કાઢીને ચરમળીયા ગ્રાઉન્ડ ખાતે સભા યોજી હતી.
જેમાં લોકસભાના ઉમેદવાર ડૉ. મહેન્દ્ર મુજપરા, ધ્રાંગધ્રા વિધાનસભાના ઉમેદવાર પરષોત્તમ સાબરિયા, લોકસભાના ઈન્ચાર્જ નિતિન ભારદ્વાજ, કિરીટસિંહ રાણા, દીલીપભાઈ પટેલ, વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પ્રકાશ સોની ,જયંતિભાઈ કવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ બહુમતી સાથે વિજયી બને અને તે માટે આપણે આગામી ચૂંટણીમાં વધુ મતદાન કરીને નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવીએ તેવી અપીલ કરી હતી. ત્યારબાદ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયા એ રાજીનામું આપતા ત્યાં પણ પેટા ચૂંટણી યોજાઇ રહી છે.ત્યારે આજે ભાજપના ઉમેદવાર અને ખેડૂત નેતા એવા રાઘવજી પટેલ દ્વારારાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમા પોતાની ઉમેદવારી ભાજપ પક્ષ તરફથી નોંધવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કબજામાં રહલી બેઠક પર જંગી બહુમતીથી જીત અપાવી ભાજપના કબ્જે કરાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.ઉમેદવારી પત્ર ભરવા સમયે ભાજપ ના નેતા પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા અને મુળુભાઇ બેરા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
