Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લોકસભા બેઠકોના નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્યકરોના સૂચનો તથા અભિપ્રાયો અંગેનો અહેવાલ રજુ કરી ઉમેદવારો માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ચૂંટણી સમિતિની આ બેઠકમાં આયોજનલક્ષી પ્રચારલક્ષી મુદ્દાઓ સહિત 11 લોકસભાના નામોની ચર્ચા થઈ હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે કાર્યકરોનું સ્પષ્ટ કહેવું છે કે પાર્ટી જેને ટિકિટ આપશે તેને જીતાડીશું.મહત્વનું છે કે મધ્ય ગુજરાતની 11 લોકસભાના નામોની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply