વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેન્ટસિટીનું કર્યુ લોકાર્પણ
Live TV
-
નર્મદા કિનારે લક્ઝુરીયસ સુવિધાઓથી સજ્જ ટેન્ટસિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં એ.સી. સહિત ફાઇવ સ્ટાર હોટલ જેવું ઇન્ટિરિયર ટેન્ટ સિટીમાં ઉભુ કરાયું છે. પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા ટેન્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી. અને લોકાર્પણ કર્યુ હતું.. મહત્વનું છે કે ટેન્ટ સિટીમાં 50 એ.સી તથા 200 જેટલા નોન એ.સી, ડીલક્ષ, સુપર ડીલક્ષ કેટેગરીના ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 500 લોકોને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.. તો પ્રવાસીઓ માટે ગુજરાતી અને આદિવાસી ભોજનથી લઇને સાંસ્કૃતિક ઝાંખી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
