Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે રાજા રજવાડાઓનું મ્યુઝિયમ બનાવશે સરકાર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચન પર રાજ્ય સરકારે વ્યક્ત કરી કટિબદ્ધતા

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે રાજા રજવાડાઓનું પણ મ્યુઝિયમ બનાવવા પ્રધાનમંત્રીએ કરેલા સુચન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના રજવાડાઓએ પણ અખંડ ભારતના નિર્માણમાં જે બલિદાન આપ્યું છે તે માટે અલગ મ્યુઝિયમ બનાવવા માટે પ્રધાનમંત્રીના સુચનની દિશામાં રાજ્ય સરકાર આગળ વધશે તેવી નેમ વ્યક્ત કરી હતી.સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ બનવાથી આસપાસના વિસ્તારના આદિવાસી ભાઈ-બહેનોને રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થશે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આદિવાસી સંસ્કૃતિથી લોકો પરિચિત થાય તેમજ કેવડિયાની આસપાસ પ્રવૃત્તિમાં આદિવાસી વાતાવરણનો ટચ મળે તથા રોજગારીનું સર્જન થાય તેવા હેતુ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે.તેમજ નર્મદા જિલ્લામાં રૂપિયા 100 કરોડના ખર્ચે ટ્રાયબલ મ્યુઝિયમ નું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.મુખ્યમંત્રીએ નર્મદાના કેવડિયા સાધુ બેટ ખાતે નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણની સલુણી સંધ્યાએ અદભૂત રંગારંગ લેઝર શો પણ નિહાળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply